કચ્છ ના રાપર તાલુકામાં આજકાલ શિકારીઓનની નજર

 

જંગલી રોઝ તરફ અવારનવાર શિકારીઓ બંદૂકની ગોળી એ રોઝ મારતા હોવાની ચચૉઓ

મૃત હાલતમાં જંગલી રોઝ મળી આવ્યો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના અનેક ગામના સીમાડામાં બંદૂકના ભડાકે જંગલી રોઝડાના શિકારની ઘટના અવાર-નવાર સામે આવી હોય છે. ત્યારે આજે સાંપ ગામથી આકમણી દિશા તરફ એક ખાનગી તળાવ પાસે જંગલી રોઝ મૃત હાલતમાં દેખાયુ હતું. મળતી માહિતી મુજબ રોઝને પગમાં દેશી ગારીયો પગમાં વાગ્યો હોવાથી મૃત્યું થયાનું જાણવા મળ્યું હતું. અમુક ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ખેતરોની બાઉન્ડ્રીવાળમાં દેશી ગરીયા ગોઠવીને રાખવામાં આવે છે. જેના કારણે રોઝનો પગ ગારીયામાં ફસાઈ જવાથી દોડી શકવામાં અસમર્થ થઈ જાય છે. જેના કારણે કુતરા શિકાર કરી રોઝને મારી નાખે છે. મળતી માહિતી મુજબ અમૃતવાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોએ જણાવ્યું હતું કે ઘણીવાર મોડી રાત્રે શિકારી પણ ફરતા જોવા મળે છે.