પૂનામાં કાળાજાદુની ખોફનાક ઘટના: મહિલાને ગર્ભ ધારણ કરાવવા માનવ હાડકાનો ભૂકો ખવડાવાયો

મહિલાની ફરિયાદ પરથી સાસરિયા સહિત 7 સામે કેસ: પરિણીતાનો પરિવાર શિક્ષિત છતાં અંધશ્રધ્ધામાં અટવાયો

 

: હાલ ટીવી ચેનલોમાં બાગેશ્ર્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમકારો એ વિવાદ જગાવ્યો છે અને તેમની સામે જાદુટોના કરવાના આક્ષેપો થયા છે. ત્યારે પૂનામાં એક કાળાજાદુની ઘટનામાં એક મહિલાને બાળક પેદા કરવા માટે માણસના હાડકાનો પાવડર ખવડાવી દીધાનો સનસનીખેજ બનાવ બહાર આવ્યો છે. આ મામલે પોલીસે સાત લોકો સામે કેસ દાખલ કર્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્રમાં એક મહિલાને કાળા જાદુ અંતર્ગત મૃત લોકોના હાડકાથી બનેલો પાવડર ખાવા માટે મજબૂર કરવામાં આવી હતી એક તાંત્રિક દ્વારા ગર્ભ ધારણ કરવા માટે જયારે મહિલાને આ પાવડર ખાવા માટે મજબૂર કરાઈ તો તેમાં તેના સાસરિયા અને પતિએ પણ તાંત્રિકને સાથ આપ્યો હતો. મહિલાએ સાસરિયા સામે આરોપ લગાવ્યો હતો કે 2019માં તેના લગ્ન વખતે સાસરિયાઓએ સહેજની માંગ કરી હતી અને લગ્ન બાદ તેને અંધશ્રધ્ધાની અનેક ગતિવિધિમાં તેને સામેલ કરવામાં આવી હતી. તેવો આરોપ પણ પરિણીતાએ લગાવ્યો છે.

 

પોલીસે જણાવ્યું હતું કે મહિલાનું અનેક અમાષની રાત્રે સાસરિયાઓએ ઘરમાં અંધ વિશ્વાસની ગતિવિધિમાં સામેલ કરી હતી. એક વખતે પીડીતાને જબરદસ્તીથી એક અજ્ઞાત સ્મશાનમાં લઈ જઈને તેને માણસના હાડકાનો પાવડર ખાવા મજબૂર કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે સાસરિયા પરિણીતાને રિવાજનું બહાનું બતાવીને કોંકણ ક્ષેત્રના અજ્ઞાત ક્ષેત્રમાં લઈ ગયા હતા. જયાં એક ઝરણાની નીચે ‘અઘોરી’ પ્રથામાં સામેલ થવા મજબૂર કરાઈ હતી. ડીસીપી શર્માએ આ મામલે સાત આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે.