મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.

સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મળતી વિગત મુજબ, સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થયા છે. જેઓ હાલ સારવાર હેઠળ છે. જોકે, આ મામલે મંદિર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ મુજબ, મંદિરના 11 નહીં પરંતુ તેનાથી વધારે સંતોનો કોરોના થયો છે.

તો બીજી તરફ આ સંતોના સંપર્કમાં આવેલા મંદિરના અન્ય સંતોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મણિનગર સ્વામિનારાયણ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે.

નોંધનિય છે કે, 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે 15ની જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.