માંડવીમાં પક્ષી બચાવવા અનોખી ઝુંબેશ: દોરાની ગૂંચ એકઠી કરાઇ
માંડવી, શહેરના યુવાનો દ્વારા ચાલતી સાઈકલ ક્લબ દ્વારા મકરસંક્રાંતિ પછી પતંગોત્સવને ધ્યાને રાખીને જીવદયાનો અનોખો કાર્ય જાહેર કરવામાં આવ્યો હતો, જેને શહેરીજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં પતંગના દોરાના માંજાની ગૂંચો ભેગી કરવામાં આવી હતી. સામાન્ય રીતે મકરસંક્રાંતિ પછી’ અનેક જગ્યાએ દોરાની ગૂંચો જોવા મળે છે. અગાસી કે રસ્તામાં પડેલી આવી દોરાની ગૂંચો પક્ષીઓ અને વાહન-ચાલકોને નુકસાન કરતી રહે છે.
માંડવીમાં આવી દોરાની ગૂંચો ભેગી કરીને આપનારને `ઇયરફોન’ મફત ગિફ્ટ આપવાની જાહેરાત સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. સોમવારે એક જ દિવસના ત્રણ કલાક દરમ્યાન 600થી વધુ લોકોએ સામેથી આવીને ગૂંચો જમા કરાવવા આવ્યા હતા, જેમને મફત ઇયરફોન ભેટ આપવામાં આવતા હતા. સાઈકલ ક્લબના જુગલ સંઘવી, તેજસ વાસાણી, વિનય ટોપરાણી, મુનીન્દ્ર વૈદ્ય, મિતલ સંઘવી, અમીષ સંઘવી, રાજેશ પેથાણી, મુકેશ ત્રિવેદી, ડો. જયેશ મકવાણા સહિતના હાજર રહ્યા હતા. દોરા જમા કરાવવા માટે નાના બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા. એ રીતે દોરાની ગૂંચો અનેક રીતે નુકસાન કરે છે, તેવી જાગૃતતા’ બાળકોમાં વધુ જોવા મળેલ હતી,
તેવું સાઈકલ ક્લબના જૈમીન દોશીએ જણાવ્યું હતું. માંડવી સાઈકલ ક્લબના મુનીન્દ્ર વૈદ્ય, ધર્મેન્દ્ર કોટક, કુમાર શાહ, ત્વરા દોશી, યથાર્થ વાસાણી વિગેરે નાના-મોટા સભ્યો આયોજનમાં સહયોગી બન્યા હતા. રોટરી ક્લબ માંડવી સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, પરેશ સોની, આશિષ સોની, ડો. ચિંતન સોની, જય રાઠોડ, પ્રત્યેક્ષ પારેખ, હિતેષ સોમૈયા, મયૂરભાઇ ઠક્કર, મયૂર પટેલ, પ્રતિક શાહ, ડાર્વિન ગોસ્વામી, હિતેષ ચાવડા, પર્યક જાની, રોબીન ઠક્કર, રાજુભાઇ શાહ, હરિઓમ અબોટી, દેવેન્દ્ર ધોળું, રાજ આશર, ડો. નિમિષ મહેતા, રોનક શાહ સહિતનાઓ તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો.