રાજપીપળા કોવીડ હોસ્પિટલમાંથી મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ બગડતા અન્ય વાહનમાં મૃતદેહ લઈ જવાની ફરજ પડી.
કોરોના ગ્રસ્ત સામગ્રી રસ્તા ઉપર પડતાં લોકો ફફડયા.
કોરોનાના મૃતદેહને સમશાન સુધી ખાનગી એમ્બ્યુલન્સ અને નગરના ભરચક વિસ્તારમાંથી દોડે છે.
તંત્રનું સૂચક મૌન.
રાજપીપળા, તા. 1
રાજપીપળા કોવિડી હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીનું મોત થયા હોય તો તેના મૃતદેહને સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે તેના સામાન સાથે મોકલવામાં આવે છે. ત્યારે તાજેતરમાં આવા જ એક મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઇ જવાની ફરજ પડી ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ બગડી જવાનો અને કોરોના ગ્રસ્ત મૃતદેહને અન્ય વાહનમાં ખસેડવાની ફરજ પડી ત્યારે એમ્બ્યુલન્સ માંથી કેટલોક સામાન રસ્તા ઉપર પડી જતા આ મોતનું પડીકું જોઇ લોકોમાં ચિંતાનો વિષય બન્યો હતો.
બનાવની વિગત અનુસાર રાજપીપળા કોમેડી હોસ્પિટલમાંથી એક મૃતદેહને અન્ય સ્થળે ખસેડાયા તો હતો.ત્યારે મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ અચાનક કોઈ કારણસર બગડી જતાં અંદરના મૃતદેહને અન્ય કરવાની ફરજ પડી હતી.
રાજપીપળામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આ ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા કરાયેલી બેદરકારી સામે આવી હતી.આવી એમ્બ્યુલન્સ કોવીડ માંથી નીકળેલા મૃતદેહો રહેણાક વિસ્તાર માંથી લઈ જવામાં આવે છે.જે ચિંતાનો વિષય બન્યો હતો.હાલ રાજપીપળા પોપટ હોસ્પિટલમાં દરરોજ અમુક લોકોના મોત નિપજે છે. જેને સાંજ સુધી ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મોકલાઇ રહ્યા છે.પરંતુ આ એમ્બ્યુલન્સને નગરના ભરચક રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે.
તાજેતરમાં સવારે એક મૃતદેહ લઈ જતી એક ખાનગી એમ્બ્યુલન્સ ચાર રસ્તા પાસે બગડતા અંદરનો મૃતદેહ અન્ય ગાડીમાં શિફ્ટ કરયો સ્મશાને લઇ જવાયો, ત્યારે બગડેલી ગાડી માંથી ફૂલ અને અન્ય લીકવીડ માર્ગ પર વેરાયું હતું.જે મોતના પડીકા સામાન રસ્તા ઉપર મૂકીને એમ્બ્યુલન્સ ચાલી ગઈ ત્યારે આ મોતનો સામાન જોઈને ત્યાંના સ્થાનિક રહીશોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.આ ફોનને કોઈ નડે તો કોરોના સંક્રમિત થવાની ભીતિ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો તંત્ર આવી બેદરકારી સામે યોગ્ય પગલાં લે તેવી અને એ જગ્યાએ સંપૂર્ણ સેનીટાઇઝર કરે એવી માંગ થઇ હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા