અનુભવી અને જાણકાર અધિકારીઓને અન્યાય થઈ રહ્યો હોવાની વાતે જોર પકડ્યું
ગુજરાત રાજ્યના અગ્નિ નિવારણ ખાતાના અલગ-અલગ પોસ્ટો માટે ભરતી થઈ રહી છે , આ પોસ્ટો માટેના કોલીફીકેશન જેવા કે શૈક્ષણિક , ટેકનિકલ અને અનુભવ નો કોઈ અભ્યાસ કર્યા વગર બનાવવામાં આવ્યા છે જેથી મળતિયા લોકો આ ભરતીમાં પસંદગી પામે તેઓ ઘાટ બનાવવામાં આવ્યો છે, ડાયરેક્ટર ની પોસ્ટ માટે સિવિલ ફાયર સર્વિસ , ઇન્ડસ્ટ્રીયલ ફાયર સર્વિસ નો બહોળો અનુભવ હોવો જોઈએ , તથા શૈક્ષણિક લાયકાત જેવીકે full time કોલેજમાં ચાલતા એન્જિનિયરિંગ કરેલો હોવો જોઈએ તથા સિવિલ ફાયર સર્વિસ નો કાયદા કાનુન થી બહોળો અનુભવ હોવો જોઈએ અર્થાત નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર થી સબ ઓફિસર , સ્ટેશન ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર કોર્સ કરેલા બહોળા અનુભવ ધરાવતા કેન્ડિડેટ ને ઇન્ટરવ્યુમાં બોલાવવા જોઈએ , જેથી ગુજરાત ફાયર સર્વિસ ને અનુભવી ડાયરેક્ટર મળી રહે અને અગ્નિ નિવારણ ઉપર ખરેખર નિયંત્રણ કરી શકાય, મળેલી માહિતી ના સુત્રો અનુસાર ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવેલા કેન્ડિડેટ ફક્ત અને ફક્ત correspondence થી ઉત્તીર્ણ થયેલા કેન્ડિડેટ ને બોલાવવામાં આવ્યા છે જે ખરેખર ગંભીર બાબત છે અને આ કેન્ડિડેટ ને બહોળો અનુભવ નહીં હોવાથી ગુજરાતની પ્રજા ની સલામતી સાથે ખુબજ મોટું નુકસાન થઈ શકે તેમ છે, ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર તથા રિજિયોનલ ફાયર ઓફિસર માટે full time એન્જિનિયરિંગ કોર્સ કરેલા અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ થી સબ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર અને ડિવિઝનલ ઓફિસર કોર્સ પાસ કરેલા અને મીનીમમ 15 થી 25 વર્ષ ના અનુભવ ધરાવતા કેન્ડિડેટ ને ઇન્ટરવ્યૂ ની તમામ શ્રેણીમાંથી પસાર કરવા જોઈએ, આ ટેકનિકલ પોસ્ટની કોલીફીકેશન બરાબર ચેક કર્યા પછી અર્થાત બીજા રાજ્યો નો અભિપ્રાય લીધા પછી આ જાહેરાત નું અમલીકરણ થાય તો ગુજરાતમાં પ્રજાના જાન માલનું રક્ષણ થાય આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી , શહેરી વિકાસ ના સિનિયર અધિકારી વિગતે તપાસ કરી ભરતી પ્રક્રિયા શરૂ કરવી જોઇએ જેવી ચર્ચા થઈ રહી છે, આ ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે કોઈ કોર્ટ મેટર પણ થઈ શકે છે તેઓ સૂત્રો જણાવી રહ્યા છે, આ પોસ્ટ ઉપર બેસવા વાળા મળતિયા અધિકારીઓએ આ કોલીફીકેશન બનાવેલા છે તેવું જણાઈ રહ્યું છે, આ બાબતે ગુજરાત રાજ્યના તપાસ અધિકારી મારફતે જરૂરી તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ, આ ટેકનિકલ પોસ્ટ હોવાથી યોગ્ય ઉમેદવાર ભરતી થવા જોઈએ, નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ માં કામ કરતા અધિકારીઓ પણ આ ઇન્ટરવ્યુમાં પસાર થઈ રહ્યા છે, હા કેન્ડિડેટ ઓનું ટેકનિકલ શૈક્ષણિક અને ફાયર સર્વિસ નો અનુભવ ચેક કરવામાં આવે તો આ ગંભીર બાબતો બહાર આવી શકે તેમ છે, તથા ઇન્ચાર્જ માં બેઠેલા અધિકારીઓ દ્વારા પોતાના મળતિયા ને આ પોસ્ટ મળે તેવી ગોઠવવાથી અગ્નિ નિવારણ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને રિજિયોનલ ફાયર ઓફિસર ના કોલીફીકેશન ના ધારાધોરણ બનાવેલા છે જે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે યોગ્ય તપાસ કરી ભરતી પ્રક્રિયા નિષ્પક્ષ થાય તેઓ સુર પ્રજામાં થઈ રહ્યો છે જે ગંભીર બાબત છે.