સી.આર.પી.એફ., ગાંધીનગર દ્વારા ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કેમ્પ સંકુલ, લેકાવડા અને માધવગઢ ફાયરિંગ વિસ્તારમાં કરવામાં આવશે.

ગાંધીનગર: બુધવાર:
સી.આર.પી.એફ.,ગાંધીનગર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટેના અનોખા અભિયાનનો આરંભ ડી.આઇ.જી.પી. અને વૃક્ષારોપણ અભિયાન ગુજરાતના નોડલ અધિકારી શ્રી કે.એમ.યાદવના હસ્તે વૃક્ષારોપણ કરી કરવામાં આવ્યું છે. સી.આર.પી.એફ. દ્વારા આગામી તા. ૨૦ મી જુલાઇ સુધીમાં ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૃક્ષોનું વાવેતર કેમ્પની આસપાસના વિસ્તાર અને કેમ્પમાં કરવામાં આવશે.
દેશમાં આવનારી આપત્તિઓ, આંતરિક અશાંતિ અને કુદરતી આપત્તિઓમાં રાઉન્ડ ધ કલોક સી.આર.પી.એફ.ના જવાનો પોતાની ફરજ અદા કરતાં હોય છે. દેશની સુરક્ષા માટે ખડે પગે રહેનાર સી.આર.પી.એફ.ના જવાનો દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે ઉમદા અભિયાન ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સી.આર.પી.એફ. ગૃપ કેન્દ્રના ઉપ કમાન્ડર શ્રી સુનિલકુમાર ખત્રીએ જણાવ્યું છે કે, અમારા ડી.આઇ.જી.પી. શ્રી કે.એમ.યાદવના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ બચાવવાનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. ૨૦મી જુલાઇ સુધીમાં કેમ્પના આસપાસ અને સંકુલમાં કરવામાં આવશે. તે ઉપરાંત લેકાવાડા ગામ તથા માધવગઢ ફાયરિંગ રેન્જમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

——————————————-