*ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..*

 

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..

હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. _ચાલ એક સંબંધ…_

 

ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ..

સરરર

બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. _ચાલ એક સંબંધ…_

 

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..

તો

ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. _ચાલ એક સંબંધ…_

 

ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..

બસ

આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. _ચાલ એક સંબંધ…_

 

થોડું ચગવાનું,

થોડું ડગવાનું,

થોડું લથડવાનું,

ગોથા પણ ખાઈ જવાનું..

આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો..

છુટા જ પડવાનું..

આ બધું વિચારી થોડું કાઈ હિંમતથી હારવાનું?

આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. _ચાલ એક સંબંધ…_

 

પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ..

બરાબર

હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. _ચાલ એક સંબંધ…_

 

ગુંચવણો સઘળી ઉકેલીએ..

ને

જૂના સંબંધો લપેટીએ..

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ.. _ચાલ એક સંબંધ…_

 

 

#વાઈરલ સ્ટોરી