શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીનપ્લેનેટે કરુણા અભિયાન ૨૦૨૦ ના અનુસંધાનમાં *૧૨૦૦ કિલો દોરીનો વેસ્ટેજ જથ્થો* ભેગો કરી તેનો નાશ કર્યો હતો. પર્યાવરણ સંસ્થા ગ્રીનપ્લેનેટ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાનની જવાબદારીઓ ઉપાડી લઈને સમગ્ર કલોલ તાલુકામાંથી પ્રાથમિક શાળાઓના સહયોગથી ૧૨૦૦ કિલો કરતાં પણ વધારે દોરીનો જથ્થો ભેગો કરવામાં આવ્યો હતો.
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, કલોલ નગરપાલિકાના ઉત્સાહી યુવા પ્રમુખ શ્રી લવ બારોટ, ગ્રીન પ્લેનેટના શ્રી અહેમદ પઠાણ વગેરે મહાનુભાવો, પ્રહલાદ નર્સરીના માલિક શ્રી પ્રહલાદભાઈ ઠાકોર, કાર્યકરો તથા કલોલ તાલુકાની ૨૦૦ કરતાં વધારે શાળાઓના શિક્ષકો
– પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી તથા કલોલ નગરપાલિકાના યુવા પ્રમુખશ્રી, અહેમદ પઠાણ,
કલોલ તાલુકાનાં શિક્ષકોની હાજરીમાં પ્રાણઘાતક ચાઈનીઝ દોરીનો ૧૨૦૦ કિલો જથ્થાને બાળીને નાશ કરવામાં આવ્યો હતો. *Story: Mukesh Bicycle*