#Breking News

 

◼️માંજુવાસ પાસેથી ઝડપાયો લાખોનો શરાબ…એલસીબી ટીમે બોલેરોમાંથી ઝડપ્યો જથ્થો…બોલેરો ચાલક પોલીસને જાેઈ નાસી છુટ્યો… પોલીસે ૪.૮ર લાખની માલમતા કરી કબજે…

 

◼️મોડવદરના સિક્યોરિટી ગાર્ડને મરાયો માર…અજાપર પાસે ચાની હોટલ પર થઈ મારાામારી…અંજાર પોલીસ મથકે નોંધાવાઈ ફરિયાદ…આરોપીની અટકાયત બાદ કરાયો હોબાળો…મહિલા પીએસઆઈ સાથે કરાયો ગેરવર્તાવ…આરોપી જગા સામે કાયદાનો કસાયો સકંજાે…

 

◼️દાંતા પાસેથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો…સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી…બે સ્વીફટ કારમાં આવતો હતો અંગ્રેજી દારૂ…કાર સાથે બે આરોપીઓની કરાઈ ધરપકડ…ચાર આરોપી હાજર ન મળતા નોંધાયો ગુનો…પોલીસે ૧૦.પ૯ લાખનો મુુદ્દામાલ કર્યો જપ્ત…

 

◼️ડમ્પર વેલ્ફેર એસો. દ્વારા કરાઈ રજૂઆત…ડિઝલ ચોરીની પ્રવૃતિને અટકાવવા માંગણી…પૂર્વ કચ્છ એસપીને પાઠવાયું આવેદન પત્ર…રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અપાઈ ખાતરી…

 

◼️માધાપરમાં વૃદ્ધ ઘરે સુઈ ગયા બાદ કાયમ માટે આંખો મીચી લીધી…શિણાયમાં ૧૮ વર્ષીય યુવતિએ પોતાના ઘરે જ આયખુ ટુંકાવ્યું…મીઠીરોહર ટીમ્બર બહાર વોકિંગ કરવા નિકળેલો યુવક મૃત હાલતમાં મળ્યો…

 

◼️આદીપુર જીઆઈડીસીમાં થયેલ ચોરીનો મામલો…ચોરીના ગુનામાં એક શખ્સની થઈ અટકાયત…ગોડાઉનમાંથી ૪.૫૬ લાખની કરાઈ હતી ચોરી…મુદ્દામાલ રીકવર કરવા હાથ ધરાઈ તજવીજ…

 

◼️કચ્છ એસટી વિભાગને ચૂંટણી ફળી…તંત્રને ર.પ કરોડથી વધુની થઈ આવક…ચૂંટણી પ્રક્રિયા માટે દોડાવાઈ હતી બસો…

 

◼️રેશનકાર્ડની તમામ કામગીરી થઈ ઓનલાઈન…અરજદારોને કચેરીના ધક્કામાં મળશે મુુક્તિ…ઓનલાઈન કામગીરી માટે સરકારની જાહેરાત…રેશનકાર્ડ સંબંધિત સેવાઓ આંગળીના ટેરવે…

 

◼️કચ્છમાં તાપમાનનો પારો ફરી ઉંચકાયો…ઠંડીની તીવ્રતામાં ઉતાર-ચડાવ યથાવત…નલિયામાં તાપમાનનો પારો ૧૨.૬ ડિગ્રી…

 

◼️ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની લેવાશે પરીક્ષા…ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ…૧૫મીથી લેટ ફી સાથે સ્વીકારાશે ફોર્મ…

 

◼️૧૬ ડિસેમ્બરથી કમુરતાનો થશે શુભારંભ…એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક…બજારમાં એકંદરે રહેશે મંદીનો માહોલ…આગામી ૧૪ જાન્યુ. સુધી રહેશે કમુરતા…

 

◼️કચ્છમાં પ૦ હજાર હે.માં રવિપાકનું વાવેતર…અત્યાર સુધી ૧.૧પ લાખ હેક્ટર થઈ વાવણી…સૌથી વધુ ૩૦ હજાર હેક્ટરમાં જીરૂં વવાયું…ખેડૂતોએ દવા છંટકાવની આરંભી કામગીરી…અબડાસામાં કિસાનો સૂરજમુખી તરફ વળ્યા…

 

◼️વાગડ વિસ્તારમાં રવિપાકનું કરાયું વાવેતર…ખેડૂતોએ જીરૂં,એરંડા,કપાસની કરી વાવણી…મબલખ ઉત્પાદનથી ખેડૂતો થયા પગભર…નર્મદાના પાણીથી ખેડૂતોએ કર્યું વાવેતર…

 

◼️રાપર પોલીસ દ્વારા હાથ ધરાઈ ટ્રાફિક ઝુંબેશ…નિયમભંગ કરતા વાહનો સામે થઈ કાર્યવાહી…૨૫ જેટલા વાહનો સામે કરાયા એનસી કેસ…

 

◼️પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાશે…અમદાવાદમાં મહોત્સવની તૈયારી પૂર્ણ…આવતીકાલથી મહોત્સવનો થશે પ્રારંભ…૬૦૦ એકરમાં થશે મહોત્વની ઉજવણી…લાખો શ્રધ્ધાળુઓ મહોત્સવમાં લેશે ભાગ…

 

◼️રાપર જલારામ ગૃપ દ્વારા સેવાકિય કાર્યો…વિધાર્થીઓને નાસતાનું કરાયું વિતરણ… આયોજકો, કાર્યકરો સહિતના જાેડાયા…

 

ફ્રેશ ન્યુઝ જોવા માટે અમારું ફેસબુક પેજ લાઈક કરો

@indiacrimemirror.com