વારંવાર નોટિસ પાઠવવા છતાંદુકાનનુ ભાડુ ન ભરતા તમામ દુકાનો સીલ કરાઈ

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનો સીલ કરતીરાજપીપલા નગરપાલિકા

વારંવાર નોટિસ પાઠવવા છતાં
દુકાનનુ ભાડુ ન ભરતા તમામ દુકાનો સીલ કરાઈ

6 લાખનું બાકી ભાડુ ભરવામાં દુકાનદારોની આડોડાઈ સામે નગરપાલિકાની લાલ આંખ

12વર્ષ સુધીકાર્યવાહી ન કરનાર નગરપાલિકાના સત્તાધીશો ઊંઘતા ઝડપાતા વસુલાત પ્રકરણ લોકચર્ચાનો વિષય બન્યો

રાજપીપલા, તા.18

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનો રાજપીપલા નગરપાલિકાએ સીલ કરી છે.
વારંવાર નોટિસ પાઠવવા છતાં
દુકાનનુ ભાડુ ન ભરતા તમામ દુકાનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

ચીફ ઓફિસર રાહુલ ધોડિયા ના જણાવ્યા અનુસારતમામનું કૂલ 6 લાખનું ભાડુ બાકી હતું જે લાંબા સમયથી ભરતા ન હતા. ભાડુ ભરવામાં દુકાનદારોની આડોડાઈ સામે નગરપાલિકાએ લાલ આંખકરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપલા સ્ટેશન રોડ પર આવેલ માછીવાડ શોપીંગ સેન્ટરની દુકાન નં.૬ના
દિલીપભાઈ વાસુદેવ રાવલ સહિત 4 દુકાનદારને ફટકારેલી નોટિસ મુજબ ભાડા પટ્ટદાર દિલીપભાઈ વાસુદેવ રાવલે રાખેલ. આ દુકાન નિયમ મુજબ ભાડાપટ્ટે આપવામાં આવેલ. પરંતુદુકાનદારે
હરાજીની શરત નં.૨૧ તથા ભાડાપટ્ટાની શરત નં ૧ અને ૩ નો સદંતર ભંગ કરેલ છે. તેમને પહેલા આ નોટીસફટકારી
દિન-૭માં બાકી ભાડું દંડ સહિત ભરીને અત્રેની કચેરીએથી પહોંચ મેળવી લેવાનોટિસ આપેલ.અને જો આ ભાડુ અત્રેની કચેરીએ ઉપર જણાવ્યા મુજબ નિયત સમય મર્યાદામાં
ભરવામાં નહી આવે તો આ દુકાનનો ભાડાપટ્ટો પૂર્ણ થયેલ ગણીને દુકાનનો પરત મેળવી લેવામાંઆવશે. એવી ચીમકી પણ આપી હતી.
બાકી ભાડાની દંડ સહિતની વિગત
૧૨/૦૬/ર૦૦૯ થી ૩૧/૦૮/૨૦૨૧ સુધી રૂ.૧,૦૨,૦૦૦/-નું ભાડુ તેમજ
૪૪૬૧ દિવસના દંડની રકમ રૂ.૪,૪૬,૧૦/-સહિત
કુલ રૂ. 1,47,510/-ની કૂલ રકમ ભરવા નોટિસ ફટકારી હતી. છતાં રકમ ન ભરતા તમામ 4 શોપ નંબર 5,6,7,8ની દુકાનોને સીલ મારી દેતા ફફડાટ ફેલાયો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે 2009
આ દુકાનદારોનું ભાડુ 2009થી બાકી હતું. અને નગરપાલિકાએ 2021માં એટલે કે 12વર્ષ પછી દુકાનો સીલ કરી કાર્યવાહી કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.12વર્ષ સુધી પાલિકા સત્તાધીશોએ વસુલાત માટે કડક હાથે કાર્યવાહી કેમ ન કરી?12વર્ષ સુધીકાર્યવાહી ન કરનાર નગરપાલિકાના સત્તાધીશો ઊંઘતા ઝડપાતા આ વસુલાત પ્રકરણ લોકચર્ચાનો વિષય બન્યો છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા