શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનો ઝરૂખો એટલે પલિયડ


શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનો ઝરૂખો એટલે મારું ભારત.જ્યાં અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચના આદિ કાળથી થતી આવી છે અને સદાકાળ સુધી થતી રહેશે.
આખા વિશ્વ પર જ્યારે કોરોનાના વાદળ છવાઈ ગયા છે ત્યારે કાળા માથાનો માનવી જે કોસો દૂર મંગળ ગ્રહ પર વસાહત બાંધવાનું વિચારી રહ્યો છે ત્યારે કોરોના સામે સાવ પાંગળો સાબિત થયો છે.જે માનવે સમગ્ર સૃષ્ટિમાં પોતાની બુદ્ધિ,શક્તિ,આવડત,કલા કૌશલ્ય દ્વારા કુદરતી સનશાધનોનો બેફામ ઉપયોગ કરી અનેકાનેક શોધોખોળો કરી પોતાની જીવનશૈલીને આધુનિક બનાવી દીધી,અને કુદરતને પાયમાલ કરી નાખી છે.આજ હવે જ્યારે કુદરત રુઠી છે ત્યારે માનવી ફરી પાછો કુદરતના ખોળે કરગરતો જોવા મળે છે અને એ કરવું જ જોઈએ કેમ કે જો આપણે કુદરતને નહીં સાચવીએ તો કુદરત પણ આપણને નહીં સાચવે એ નક્કી છે અને એનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યાં છીએ.
ખંધા ચીનની વિશ્વ પર ધાક જમવાની સત્તા લાલસાને કારણે તેના દ્વારા ઉપજાવેલા બાયોવેપને વિશ્વને મોતના મુખમાં ધકેલી દીધું છે,અને વિશ્વમાં કરોડો લોકોના મોત થઈ રહ્યાં છે. જેમાં અત્યારે હાલ ભારતમાં કોરોના વાયરસથી હાલ બેહાલ છે.માણસો ઓક્સિજન વગર તડપી તડપી ને પોતાના પ્રાણ ત્યાગી રહયાં છે,દર્દીને દાખલ કરવા હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા નથી.
ભારતમાં ઓક્સિજન ની બોટલ પણ મળવી મુશ્કેલ છે,આવા સમયમાં ઘણા વ્યક્તિઓ,સંસ્થાઓ માનવતાની વ્હારે આવી સેવા કરતા જોવા મળ્યા છે,તો ક્યાંક તકવાદીઓ દર્દીના સગાઓ પાસેથી ઓક્સિજનની બોટલના,બેડના,નકલી રેમડેસિવર દવા વેચી રૂપિયા કમાવાના કિમીયા શોધતા લોકોના સમાચાર પણ આપણે મીડિયાના માધ્યમથી જોયા હશે.પણ આનાથીય આપણી આખોમાંથી ધડ ધડ આંસુની ધાર વહી જાય એવા સ્મશાન ના દ્રશ્યો પણ જોયા હશે જ્યાં માનવીની છેલ્લી જગ્યા છે ત્યાં પણ લાઈનો છે લોકોને અંતિમવિધિ માટે ટોકન આપવામાં આવી રહ્યા છે,આનાથી વિશેષ કરુણા કઇ હોઈ શકે !!
જ્યારે જ્યારે કુદરતી કે માનવ સર્જિત આપત્તિ માનવીને હચમચાવી નાખે છે ત્યારે એક માત્ર કુદરત જેને આપણે ભગવાન કહીએ છીએ એના આશરા સિવાય કોઈ રસ્તો રહેતો નથી અને આપણે તેની સામે નત્ મસ્તક થઈને આપત્તિમાંથી માનવજાતને ઉગારી લેવા આજીજી કરીએ છીએ.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામે બળિયાદેવના મંદિર માં સમસ્ત માનવજાત આ મહામારી માંથી ઉગારી જાય એ માટે સરકારશ્રીની કોરોના ગાઈડ લઈને ધ્યાને રાખી હવન કરવામાં આવ્યો. જ્યાં હવનમાં ઓનલાઇન હાજરી આપી દર્શન કરવા.અને આના સમાચાર સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પલિયડ ગામના દેશ વિદેશમાં વસતાં લોકો સુધી પહોંચાડી 01/04/21 ના સવારે વહેલા ઘરમાં બલિયાદેવનો દીવો કરી.બીજા દિવસે ઠંડુ જમવું જેમ આપણે શીતળા સાતમે કરીએ છીએ એવું જ.
આપણે બધા 21મી સદીના માનવીઓ ભલે રહ્યા પણ આપણે યોગ અને પ્રાર્થનાના પૂજારીઓ છીએ.
પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણે બધા જાણીએ છીએ.
આપણે એ જ નરસિંહ મહેતાના ભારતના છીએ જ્યાં ભક્ત નરસૈંયા માટે ભગવાન પણ વણિક બની હૂંડી સ્વીકારે છે,આપણે એ જ મીરાં બાઈના ભારતના છીએ જ્યાં ઝેર પણ અમૃત થઈ જાય છે.આપણે અંધવિશ્વાસ નહીં પણ આસ્થા અને વિશ્વાસના પૂજારીઓ છીએ.કોરોના વાયરસમાં દવા પણ એટલી જ જરૂરી છે.દવાની સાથે સાથે દુવા પણ અકસીર ઈલાજ છે એવું આપણે બધા જાણીએ છીએ.
ડુબતાં ને તણખલાંનો સહારો કાફી છે.
એમ જ હાર્યો જુગારી બમણું રમે, એવી જ રીતે કુદરતી કે માનવ સર્જિત આફતોથી ઘેરાયેલ મનુષ્ય માટે ભગવાન જ સહારો છે એની સામે ક્યારેય હાથના જોડેલા નાસ્તિકો પણ નમી જાય છે.
કુદરત આગળ મનુષ્ય પાંગળો છે તો પલિયડ ગામે આજ મનુષ્ય જાતિના કલ્યાણ અને આ કોરોના મહામારી માંથી પલિયડ ગામ અને સમગ્ર ભારતમાંથી આ પરિસ્થિતિ જલ્દી દુર થઇ જાય એ માટે આખું ગામ ભગવાન બલિયાદેવના શરણે છે.
એક સરસ કહેવત છે
બળીયાથી કોઈ બળીયું નથી

મારું ગામ મારા ગામના લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખજે મારા બાપ,
તારી માટી માં ઉછર્યા તારી માટીની સંભાળ રાખજે બાપ,
છીએ નાના અમે ને તું મોટો મારા બાપ,
મારા દેશ,ગામની વિપત્તિ હરજે મારા બાપ,
જનમ મરણ નક્કી છે વિધાતના લેખ,
મારા પલિયડને હેમ ખેમ રોજ રાખ મારા બાપ.
કવિ- “શુકુન”જયેશ પલિયડ.
જય બળિયાદેવ.

ધન છે મારી જન્મ ભૂમિ ને,ધન છે મારી સ્વર્ગથી વ્હાલી ધરતીના લોકોને કે જે લોક કલ્યાણ અર્થે આવા સદ્દકાર્યો કરી રહ્યાં છે.
જય હો મારી જન્મભૂમિ. જય ભારત.
લેખક -જયેશ શ્રીમાળી પલિયડ.
મોડેલ સ્કૂલ સાણંદ.