લાકડીયા , નખત્રાણા તથા ખેડોઇ ગામે કિસાન સમ્માન
નિધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો


ખેડૂત મિત્રોને આગામી હપ્તાઓનો લાભ મેળવવા માટે e-KYC કરાવવું ફરજીયાત

ભુજ,બુધવાર :
ભચાઉ તાલુકાના લાકડીયા,અંજાર તાલુકાના ખેડોઇ ગામે તથા નખત્રાણા તાલુકાના ખેડુતો માટે નખત્રાણામાં ખેતીવાડી પેટા વિભાગની કચેરી ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત e-KYC કરવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂત મિત્રોને વાર્ષિક રૂપિયા ૬૦૦૦/- ની સહાય યોજનાનો લાભ મળે છે. તમામ ખેડૂત મિત્રોને આગામી હપ્તાઓનો લાભ મેળવવા માટે e-KYC ફરજીયાત કરવાનું હોય છે.

જો આ e-KYC સમયસર કરવામાં ના આવે તો વાર્ષિક રૂપિયા ૬૦૦૦/- નો લાભ હવેથી ખેડૂત મિત્રોને મળી શકશે નહી. આ કેમ્પનું આયોજન ગ્રામસેવકશ્રી-લાકડીયા તથા ગ્રામસેવકશ્રી-ખેડોઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોમન સર્વિસ સેન્ટર (CSC) ના ઓપરેટર મદદરૂપ થયા હતા.
જિજ્ઞા વરસાણી