શહેરના વાસણા વિસ્તારમાં એક અજબ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં વધુ પડતો દારૂ પીવાના કારણે એક પુરુષને ઊલટીઓ થઈ હતી

શહેરના વાસણા વિસ્તારમાં એક અજબ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં વધુ પડતો દારૂ પીવાના કારણે એક પુરુષને ઊલટીઓ થઈ હતી. તેથી તેની બહેન તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. આ ઘટનાથી અજાણ પત્નીને જાણ થતાં તે નણંદના ઘરે ગઈ હતી. ત્યારે નણંદે પતિની ખબર કાઢવા મોડી કેમ આવી? એમ કહી ઝઘડો કર્યો હતો અને ભાભીને ચપ્પુ માર્યું હતું,. આ અંગે મહિલાએ તેની નણંદ વિરૂદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.