આરોગ્ય કચેરી ભચાઉ દ્રારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ.

આરોગ્ય કચેરી ભચાઉ દ્રારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ.

આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ ની કન્યા શાળા માં એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત યોગ ડે ની ઉજવણી કરવા માં આવી.

જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી, ટી.એચ.વી ચેતનાબેન જોશી, તાલુકા મેલેરિયા સુપરવાઈઝર કૌશિકભાઈ સુતરીયા, એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર તેમજ શાળા ના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.

જેમાં યોગ ના ફાયદા વિષે વિસ્તૃત માં સમજાવવા માં આવ્યું હતું. જેમાં સારા યોગ કરનાર કિશોરી ઓને પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય શ્રી ભરતભાઈ વાણીયા તેમજ શિક્ષકો એ સાથ સહકાર આપ્યો હતો.