ધોરાજીમાં તંત્રની મીઠી નજર હેઠળ ડિગ્રી વિનાના ડોકટરોના અનેક હાટડા
ધોરાજી શહેર ની અંદર માં શહેરના પછાત અને ગરીબ વિસ્તારોની અંદરમાં ઠેર ઠેર ડીગ્રી વગરના ડોક્ટરોના હાટડાઓ ધમધમી રહ્યા છે વાત કરીએ તો ધોરાજી શહેરમાં હાલ મિશ્ર ઋતુના કારણે રોગચાળો એ માથું ચક્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલના અધિકારીઓ દ્વારા દર્દીઓને કોઈપણ જાતની હાલાકી ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે અને લોકો ને સમયસર સારવાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે પરંતુ ધોરાજી શહેરના અમુક પછાત વિસ્તારોમાં કે જ્યાં લોકોમાં જાગૃતતા નો અને એજ્યુકેશન નો અભાવ છે તેવા વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોક્ટરોના હાટડાઓ ધમધમી રહ્યા છે.
ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા દર્દીઓના આરોપીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે કોઈપણ પ્રકારની ડિગ્રી ન ધરાવતા અને બની બેસેલા ડોક્ટરોના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા છે જાણવા મળતી પ્રાપ્ત માહિતી મુજબ જે જે વિસ્તારોની અંદરમાં દીકરી વગરના ડોક્ટરોના હાથડાઓ ધમધમી રહ્યા છે તે વિસ્તારમાં ડિગ્રી વગરના ડોક્ટરોની દ્વારા આપવામાં આવેલ અણુ ધડ સારવારને કારણે કેટલાક દર્દીઓની કિડનીઓ ફેલ થઈ છે તો કેટલાક દર્દીઓને રિએક્શન આવી જવાની પણ ફરિયાદ ઉઠી છે તો કેટલાક નાના ભૂલકાઓને આ મુન્નાભાઈ એમબીબીએસ ના કારણે નાની ઉંમરમાં જ શરીરમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે અને ગરીબ વિસ્તારના લોકો ઓછા ખર્ચે સારવાર માટે થઈ અને આવા ડિગ્રી વગરના ડોક્ટરો પાસે જઈ રહ્યા છે અને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે આવા ડિગ્રી વગરના ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામેલ છે.
ફરિયાદ મળશે તો પગલાં લેવાશે: તાલુકા હેલ્થ ઓફિસર
ધોરાજીના તાલુકા હેલ્થ ઓફિસર પુનિત વાછાણીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે લોકો દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને આ બાબતે અમોને હજુ કાંઈ ખ્યાલ નથી ફરિયાદ મળશે ત્યારે પગલા લેવામાં આવશે પુનિત વાછાણીના આ જવાબથી એવું લાગી રહ્યું છે કે કદાચ આરોગ્ય અધિકારી આવા લેવું અને ડિગ્રી વગરના ડોક્ટરોને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીઓને સમગ્ર બાબતે જાણકારી છે જ છતાં કોઈ રાજકીય દબાણ અને કારણે ડિગ્રી વગરના ડોક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવા માં તેઓ નબળા સાબિત થઈ રહ્યા હોઈ એવું લાગે છે ત્યારે લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા આવા ડોકટરો પર કોઈ પણ જાત ની સેહ સરમ રાખ્યા વગર કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ ઉઠવા પામી છે.