સુરતમાં ૪૦ સ્થળે આવકવેરાના દરોડા

મતદાનના બીજા દિવસે મેગા સર્ચથી ખળભળાટ: સુરતના ડાયમડં કિંગ ધાનેરા ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા હિંમત ચોગઠ અને નરેશ વીડિયોથી ઓળખાતા બિલ્ડરોને ત્યાં પણ તપાસ: રાજકોટ આઈટીના ૧૦ સહિત ૩૦૦ અધિકારીઓ જોડાયા

 

મતદાન પૂર્ણ થયાના ૨૪ કલાકમાં જ સુરતમાં આવકવેરા વિભાગે વહેલી સવારથી સપાટો બોલાવી ડાયમંડના મોટામાથાઓ અને બિલ્ડર ગ્રુપ સહિત ૪૦ જેટલા સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતાં ફફડાટ મચી ગયો છે. આ અઠવાડિયામાં આવકવેરા વિભાગનું બીજું ઓપરેશન છે. સુરત ઈન્કમટેકસ દ્રારા ડાયમડં કિંગ અરવિંદ ધાનેરા ગ્રુપ પર દરોડા પાડવાની છેલ્લા ૯ મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે સૌરાષ્ટ્ર્ર અને સુરતમાં પણ પ્રથમ તબકકાનું મતદાન પુરું થતાની સાથે જ વહેલી સવારે ૪૦ જેટલા સ્થળોએ દરોડા માટે આવકવેરાની ટીમ ત્રાટકીને મોટામાથાઓને ઉંઘતા ઝડપી લીધા હતા.

 

સુરત આઈટી સાથે અમદાવાદ અને રાજકોટના અધિકારીઓની ટીમ જોડાઈ છે. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર સુરતમાં ડાયમડં કિંગ તરીકે ઓળખાતા અરવિંદ ધાનેરા અને તેની સાથે સંકળાયેલા હિંમત ચોગઠ અને નરેશ વીડિયોના નામથી ઓળખાતા ટોચના બિલ્ડરો સહિત ભાગીદારો અને સંલ વ્યવસાયકારોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ દરોડામાં રાજકોટ ઈન્વેસ્ટિગેશન વીંગના અધિકારીઓ અને ૧૦ જેટલા ઈન્સ્પેકટરો જોડાયા છે. ૩૦૦થી વધુ અધિકારીઓની ટીમ આજે વહેલી સવારે પોલીસ કાફલા સાથે પ્રિમાઈસીસ પર પહોંચી હતી અને દરોડાની કામગીરી હાથ ધરતાની સાથે જ ડાયમંડના વેપારીઓ અને વ્યવસાય ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

જાણવા મળતી વિગતો મુજબ ધાનેરા ગ્રુપ વર્ષેાથી ડાયમડં ક્ષેત્રમાં પાયોનિયર ગણાય છે. આ ગ્રુપ દ્રારા મોટાપાયે કરચોરી થઈ હોવાનું આવકવેરા વિભાગની સામે આવ્યું હતું. મોટી નામના ધરાવતા આ ગ્રુપ પર દરોડા માટે છેલ્લા ૯ મહિનાથી આઈટી વિભાગની તૈયારીઓ ચાલતી હતી. અંતે ગઈકાલે હજુ ઈલેકશનનો પહેલો તબકકો પુરો થતાની સાથે જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે સર્ચ અને સર્વેની કામગીરીથી અલિ રહેતા આવકવેરા વિભાગે ચૂંટણી દરમિયાન સૌથી વધારે દરોડા પાડયા છે.