ગુજરાતસરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયતઅધિનિયમોનો ભંગ થતાઆદિવાસી સંગઠનોનું ધરણા પ્રદશૅન

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા



         નર્મદાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવાની માંગ સામે        ગુજરાતસરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયતઅધિનિયમોનો ભંગ થતાઆદિવાસી સંગઠનોનું ધરણા પ્રદશૅન


આમું સંગઠન ના ટેકામાં ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા અને બી ટીપી ના આગેવાનો પણ જોડાયા


નર્મદાના ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત ના દરજ્જા ની માંગ


માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી



રાજપીપલા, તા 28



નર્મદાજિલ્લાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગ આમું આદિવાસીઓના આમું સંગઠન દ્વારા ગુજરાત સરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાતપંચાયતઅધિનિયમોનો ભંગ થતા આજથી રાજપીપલા કલેકટર કચેરી સામે આદિવાસી સંગઠનોએ ધરણા પ્રદશૅનકરી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું

આ પ્રસંગે આમું સંગઠન ના પ્રમુખ મહેશભાઈ વસાવા તથા તેમની સાથે ડેડીયાપાડા ના ધારાસભ્ય સહિત પાચ તાલુકાના આદિવાસી આગેવાનો એ આજથી પાંચ દિવસ માટે ધરણા પ્રદર્શન કરી સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરી આંદોલનનું રણશિંગુ ફૂંક્યુ હતું.




આ પ્રસંગે ડેડીયાપાડા ના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી )ના આગેવાન મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિય ની જોગવાયો મુજબ આમુ સંગઠન નર્મદા જીલ્લાના માધ્યમ થી ભારતના બંધારણ મુજબ દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો  દરજજો  આપવા માટે વષૉથી અનેકવાર કલેકટર ને અને  ગુજરાત રાજયના ઉચ્ચ કક્ષાના વિભાગો ને લેખીત રજુઆતો કરેલ હોવા છતા ગુજરાત રાજય સરકાર દ્રારા ખોટા ખોટા જુઠા બહાનાઓ લખી જણાવી ને અમારી બંધારણીય માંગણી ને ઠુકરાવામાં આવી છે. તેમજ ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કરવામાં આવ્યો છે  જેના કારણે અમે આજથી  કલેકટર કચેરી નમૅદા સામે  ગુજરાત રાજય સરકાર ની ખોટી નિતી ના વિરોધ માં ધરણા પ્રદશૅન કરી રહયા છીએ.અને આવનારા સમય માં અમારી સાચી તેમજ બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આ બાબતે અનેક પ્રકાર ના કાયૅક્રમોઆપી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે કરવાની ફરજ પડશે અમારો આ આંદોલન નેટેકો છે એમ જણાવી કલેકટર નર્મદા ને આવેદન આપ્યું હતું.


             

જયારે આમુંસંગઠન નર્મદા ના પ્રમુખ મહેશભાઈ સરાધ વસાવાએ જણાવ્યું હતું કે


નર્મદાના દરેક ગામને ગ્રામ પંચાયત આપો ૧૦૦૦ માણસોની વસ્તી હોય તેવા ગામને ગ્રામ પંચાયત મળશે નો પરિપત્ર બતાવામાં આવ્યો છે જયારે માત્ર ૮૧૦ માણસો ની વસ્તી ધરાવતા કુવરપરા ને અને માંગુ ગામને ૨૭૧ ની વસ્તીમાં સ્વતંત્ર ગ્રામ પંચાયત  ફાળવામાં આવી છે . નિયમો બધા માટે સરખા રાખોઆવી અસમાનતા બંધ કરવાની માંગ કરી હતી 

         આ મામલે વિરોધ કરતા જણાવ્યું હતું કે 

ગ્રૃપ ગ્રામ પંચાયતોનું વિભાજન કરી વહલી તકે દરેક ગામને ગામ પંચાયત નો સ્વતંત્ર દરજજો આપો . ગુજરાત સરકારની કાયૅવાહી હાલમાં સને ૨૦૨૧ ની વસ્તી ગણતરી ચાલતી હોય ગામો શહેરોને અને વિસ્તારો ને સરખા પ્રમાણ માં વહેચતા  બ્લોક પાડવામાં આવ્યા હોય જેથી હાલમાં સ્વતંત્ર પંચાયતો આપવામાં આવશે નહિ એવુ બહાનું કાઢી અમારો મુદ્દો ટાળ્યો હતો


. ગુજરાત રાજય સરકાર દ્રારા આ સમયનાં અરસા  માંવડોદરા,અમદાવાદ અને સુરત મહાનગર પાલિકામાં અનેક ગ્રામ પંચાયતોને સમાવા માં આવી તે વખતે વસ્તી ગણતરી ૨૦૨૧ ને આવા બ્લોક જોવામાં કેમ ન આવ્યો તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા

જીલ્લા તાલુકો પંચાયતોની ચુટણી યોજનાર હોવાનું બહાનું બતાવી ગ્રૃપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં નહિ આવે એવુ કારણ જણાવી . ગુજરાત રાજય સરકાર ગ્રામ્ય વિસ્તાર સાથે ઓરમાયું વતૅન કરે છે અનેઆદિવાસીને ઉલ્લુ બનાવતા હોવાનું જણાવી

હવે મુદ્દે આદિવાસીઓ એક મન્ચ પર આવી સરકાર સામે લડી લેવાનો જણાવતા આગામી દીવસોમા નવા રાજકીય સમીકરણો રચાય તો નવાઈ નહીં.


તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા