જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભાની ચૂંટણીને લઈ ૪,૫૦૦થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે
જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોને લઈ મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા પાંચેય વિધાનસભા બેઠકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભામાં ૧૩૪૭ મતદાન બુથો પૈકી ૩૩૬ સંવેદનશીલ જયારે ૮ બુથો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાની તમામ બેઠકોમાં મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે ૪૫૦૦થી વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
જેમાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાયએસપી, ૧૫ પીઆઈ ૪૦ પીએસઆઈ, ૧૮૧૨ પોલીસ જવાનો, ૧૭૮૫ જીઆરડી અને હોમગાર્ડના કર્મીઓ તથા ૨૬ના સ્ટાફ ધરાવતા ૪૨૭ પેરા મિલિટ્રી ઉપરાંત એસઆરપીની ત્રણ સેકશનમાં ટીમની ફાળવણી કરવામાં આવી છે.
વિવિધ મતદાન બુથો ઉપરાંત શહેરમાં પણ ટીમો દ્વારા ફલેગ માર્ચ દ્વારા બંદોબસ્તની સજ્જડ કામગીરી ઉભી કરાઈ છે. આ ઉપરાંત વિવિધ ચેકપોસ્ટ પર પણ કર્મીઓ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.