કાર્યકર્તા બેઠકમાં ભાગ લેવા સીએમ મોરબી પહોંચ્યા. શિક્ષણમંત્રી દ્વારા કરાયું ભવ્ય સ્વાગત
જીએનએ મોરબી: મોરબી ખાતે ભાજપના કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેવા સંગઠનાત્મક પ્રવાસ કાર્યક્રમ અર્થે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી પહોંચ્યા હતા જ્યાં હેલિપેડ ખાતે મોરબી જિલ્લા પ્રભારી તરીકે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીને આવકાર્યા હતા.
મોરબી ખાતે યોજાયેલ કાર્યકર્તા બેઠક’ માં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સમયે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યકર્તા બેઠકમાં જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા.