*હાઇકોર્ટના આદેશની સર્ટિફાઇડ નકલ RTI હેઠળ ન મળી શકે:સુપ્રીમ કોર્ટ*

હાઇકોર્ટના કોઇ આદેશની સર્ટિફાઇડ કોપી(પ્રમાણિત નકલ) મેળવવા માટે હાઇકોર્ટના નિયમો અનુસાર પ્રક્રિયા કરવાની હોય છે, આ નકલ માત્ર આર.ટી.આઇ. કાયદાનો ઉપયોગ કરી મેળવી શકાય નહીં તેવું અવલોકન સુપ્રીમ કોર્ટે આજના એક આદેશમાં કર્યુ છે.નકલ માત્ર આર.ટી.આઇ. હેઠળ ન મેળવી શકાય તેવા ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે ગુજરાત માહિતી પંચે કરેલી અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી છે.