#InternationalWomensDay , અને આ વર્ષે #EachforEqual થીમ છે. ખબર નથી કે આવી અશક્ય થીમ રાખતા જ કેમ હશે ???🤔
વુમેન્સ ડે એટલે સોશ્યિલ મીડિયામાં સ્ત્રીને ચણાના ઝાડ પર ચઢવવાને, વખાણ કરવા માટેનો અનેરો અવસર અને એમાં રિવાજ મુજબ એક ફોટો અને 2-3 સુવાક્યો મોકલવાના ફોટો જેમાં multitasking સ્ત્રીના હાથમાં બાળક, ઘરની જવાબદારી, અને ઑફિસના કામકાજ કરતી ‘સુપર વુમન’.
8મી માર્ચ પછી આ બધું જ ભૂલીને ‘जैसे थे’ અને જો કોઈને કંશુ કહેવામાં આવે તો સામે લાલ આંખ થયીને સવાલો આવે – વર્ષોથી બધી સ્ત્રી ઘરનું અને ઓફિસમાં કામ કરે જ છે ને એમાં નવું શું? દુનિયામાં બધા કરે છે તું કાંઈ નવી નવાઈની છે ? અને આવા દરેક સવાલોનો મારો એક જ જવાબ છે- ‘ના’. 🙂
જિંદગીમાં પોતાનું અસ્તિત્વ ભૂલીને સમાજને ખુશ રાખવાના અને તેના મિથ્યા રિવાજ ને પુરા કરવાના ચક્કરમાં multitasking સ્ત્રી બનવામાં સાચે જ દમ નીકળી જાય છે અને સમાજની માંગણીઓ પુરી થતી જ નથી પછી ભલેને સ્ત્રીનું સ્વાભિમાન અને જીવન પૂરું થઇ જાય…
જો પોતાના માટે થોડું જીવન જીવવાની ભૂલ થાય ત્યારે ખબર નહી કેમ પણ ઘર હોય કે ઓફિસમાં એજ સમય પર important થઈ જાવ અને પાછા એક ડબ્બામાં બંધ કરીને વિકાસ રૂંધાવી નાખે જ જંપે.
મને personally આ વર્ષની થીમ બહુ જ ગમી છે અને મારી ઉપરની વાત પર બંધ બેસતી પાઘડી પહેરીને ખૂટું લગાડવા વિનંતી.🙏🏻