*ભાવનગરમાં ૮૫૫ છાત્રોએ પરીક્ષા આપવાનું ટાળ્યું*

ભાવનગર: શહેર અને જિલ્લામાં ધો-૧૦ની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો હતો. જિલ્લામાંથી ગુજરાતી વિષયમાં કુલ નોંધાયેલા ૩૫૯૭૦ છાત્રોઓ પૈકીના ૩૪૯૧૫ છાત્રોએ પરીક્ષા આપી હતી. જ્યારે ૮૫૫ છાત્રએ પરીક્ષા આપવાનું ટાળ્યું હતું. શહેરની અલમહંદી શાળા ખાતેના પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષાર્થીને ખાનગી પ્રકાશનમાંથી નકલ કરતા ખંડ નિરીક્ષકે ઝડપી લઈને તેની સામે કોપીકેસ કર્યો હતો.