સાયલેન્સરની ચોરી કરનારને અન્ય બીજા પાંચ ગુના ડિટેકટ કરતી અમદાવાદ પીસીબી

જીએનએ અમદાવાદ: ઈકો ગાડીના સાયલેંસરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી બીજા વણ શોધાયેલ પાંચ ગુનાઓને ડીટેક્ટ કરતી અમદાવાદ પી.સી.બી. એ ઝડપી લીધો છે. કમિશ્ર્નર સંજય શ્રીવાસ્તવ સાહેબ નાઓએ અમદાવાદ શહેરમા ગુના થતા અટકાવવા તથા બનેલ ગુનાઓને શોધી કાઢવા સારૂ આપેલ સુચના અનુસંધાને પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર તરલ આર.ભટ્ટ નાઓના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ પી.સી.બી. ટીમ અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એક હકિકત મળેલ હતી કે, “ ગુજરાત રાજ્યમાં ઈકો ગાડીના સાયલેંસર ચોરી કરતી ગેંગનો એક ઈસમ કે જે સાણંદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં ધરપકડ ટાળવા નાસતો ફરે છે અને હાલમાં અમદાવાદ ખાતે છે વિગેરે હકિકત આધારે સાજીદ ઉર્ફે એડ્રેસ સન ઓફ ઈબ્રાહીમભાઈ મલેક રહેવાસી. રહેમતનગર, ગીતા ગોદી સિનેમા પાસે, ઓઢવ રોડ, બાપુનગર, અમદાવાદ શહેર મુળ રહેવાસી- ધોળકા, જીલ્લો- અમદાવાદ ને પંચોની હાજરીમાં પકડી પાડી પુછપરછ કરતાં પોતે સાણંદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૨૪૭/૨૦૨૧ ધી ઈપીકો કલમ- ૩૭૯, ૧૧૪ ના ગુનામાં ધરપકડ ટાળવા નાસતો ફરે છે તેમજ વિગતવાર પંચોની હાજરીમાં પુછતા સદરી આરોપીએ તેના અન્ય સાથી મિત્રો સાથે રહી હિંમતનગર, અસલાલી તથા કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરેલ ઈકો ફોર વ્હીલ ગાડીના સાયલેંસરની ચોરીઓ કરેલ હોવાનુ કબુલાત કરેલ છે. જેથી સદરી પકડાયેલ આરોપીને તા:૦૭/૧૧/૨૦૨૨ ના ૧૪/૩૦ વાગે પકડી સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)(આઈ) મુજબ અટક કરી તે અંગે પોલીસ સ્ટેશન ખાતે જરૂરી નોંધ કરાવી નીચે મુજબના પોલીસ સ્ટેશન ખાતે તેઓના ગુના સબબ આરોપી મેળવવા જાણ કરવામાં આવી છે.