*કચ્છમાં સદીનો સૌથી ઠંડો ફાગણ હોળી ટાણે ફરી ઠંડીની મોકાણ*

ભુજ: હોળીના તહેવારની ઉજવણીની તૈયારી લોકો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વર્ષે શિયાળાએ જાણે ફરી કચ્છમાં પડાવ નાખતાં ભારે વિચિત્ર હવામાન સર્જાવા પામ્યું છે.તેમજ રાપર,અબડાસા-લખપતના વિસ્તારોમાં કમોસમી વરસાદનાં હળવાં ઝાપટાં વરસ્યાં હતા.બીજી તરફ કચ્છમાં ફરી શીતલહેર અનુભવાઈ રહી છે.પલટાયેલા હવામાનની અસર હેઠળ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધવા પામ્યો છે