નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. રાહદારીનું કારની ટક્કર વાગતા જ ઘટનાસ્થળે મોત થયુ હતું.

અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. રાહદારીનું કારની ટક્કર વાગતા જ ઘટનાસ્થળે મોત થયુ હતું. બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના નારોલ-પીરાણા રોડ પર રાહદારી નોકરી અર્થે ટિફિન લઇને જઇ રહ્યા હતા, આ સમયે રસ્તો ક્રોસ કરતા સમયે બોલેરો કારે તેને ટક્કર મારી હતી. કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતું. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. GJ27 TT 5385 નંબરની બોલેરો કારે રાહદારીને ટક્કર મારી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ બોલેરો કાર હાર્દિક શાહના નામે RTOઓમાં નોંધાયેલ છે, રજિસ્ટ્રેશનમાં હાર્દિક શાહનું સરનામુ ખોખરાના સુરીકેષનગર ભાયપુરા રોડ હોવાનું ખૂલ્યુ છે. પોલીસે આગળની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે