*SBIએ યસ બેન્કને બચાવવા માટે યોજના બનાવી*

નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીથી ઘેરાયેલી યસ બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેવી રીતે બચાવશે એની યોજના જણાવી છે. એસબીઆઇ યસ બેન્કના 40 ટકા શેરો ખરીદી લેશે. એની સાથે બેન્ક રૂ. 2,450 કરોડનું મૂડીરોકાણ પણ યસ બેન્કમાં કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે હાલ ખાતાધારકોએ તેમના રૂપિયા બાબતે ચિંતા કરવાની જરાય જરૂર નથી