કોરોના કાળમાં નાગરિકોએ કર્યું રક્તદાન..

જામનગર

કોરોના કાળમાં નાગરિકોએ કર્યું રક્તદાન..

ટિકર

જામનગર ખાતે મહારક્તદાન કેમ્પનું કરાયું આયોજન..

રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા હાજર

ઓક્સિજન-વેન્ટિલેટરનો પ્રશ્ન ઉકેલવામાં આવશે: સી આર પાટીલ

સાંસદ સહિત રાજયકક્ષાના મંત્રી અને ભાજપ અગ્રણી હાજર રહ્યા..


હાલમાં કોરોનાની મહામારીના સમયમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જામનગર ખાતે મહારક્તદાન કેમ્પનું કરાયું આયોજન..



વહાલમાં કોરોનાની મહામારી એ ભરડો લીધો છે ત્યારે જામનગર ખાતે આવેલ રાજપૂત સમાજની વાડીમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંચાલિત ભાગ્યલક્ષી ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મહા મંત્રી ભીખુભાઈ દલસાણીયા જામનગરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. આ કેમ્પને બહોળો પ્રતિસાદ મળતા આશરે 150 કરતા વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

કોરોનાના કકળાટ વચ્ચે બીજેપી અધ્યક્ષે સી આર પાટિલે જણાવ્યું હતું કે તમામ સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે મોટાભાગનો વર્ગ ઘરમાં છે ત્યારે બીજેપીનો કાર્યકરતા ઘર બહાર રહી કોરોના સામેનો જંગમાં પોતાનું યોગદાન આપી રહ્યાનો દાવો કર્યો હતો. દર્દીઓનું સતત વધતા પ્રમાણની સામે ઓકસીજન અને વેન્ટીલેટર તેમજ બેડની ક્યાંક અછત ઉભી થઇ છે. જેની સામે બીજેપી સારવાર પૂરી પાડવા મહેનત અને ખંત પૂર્વક પૂર્તતા કરવા કામે લાગી છે

રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલના કોરોનાના કપરા કાળમાં જરૂરિયાતને પહોંચી વળવા યોજાયેલ કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ રક્તદાન કર્યું છે અને નાગરિકોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે જે ખરેખર પ્રશ્સનીય કહેવાય.

ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહભાગી બન્યા હતા. આ મહા રક્તદાન કેમ્પમાં સાંસદ પુનમ માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત મેયર બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, અગ્રણી હસમુખભાઈ હિંડોચા, સહિત અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓ અને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

બાઈટ
1. સી આર પાટીલ
2. રક્તદાન ડોનર