‘છાંયડી ફાઇન્ડેશન’ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક ‘સ્માર્ટ સ્ટીક’ ભેટ આપશે
જીએનએ જામજોધપુર: ‘છાંયડી ફાઇન્ડેશન’ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે દિપજ્યોતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક ‘સ્માર્ટ સ્ટીક’ આપવામાં આવશે. છાંયડી ફાઉન્ડેશન(જામજોધપુર)ના કૌશિકભાઈ રાબડીયા દ્વારા અંધજનોના જીવનમાં અનોખી રીતે દીપ પ્રજ્વલિત કરી એમના જીવનનો અંધકાર દૂર કરવાનો એક પ્રયત્ન કર્યો છે. આ ‘સ્માર્ટ સ્ટીક’ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને એકલા પણ રસ્તા ઉપર સરળતાથી જઇ શકશે. કારણ કે આ સ્ટીકમાં સેન્સર ફીટ કરવામાં આવી છે. નિ:શુક્લ ‘સ્માર્ટ સ્ટીક’ મેળવવા નામ નોંધણી કરાવવા – છાંયડી ફાઉન્ડેશન, શ્રીરામ કોમ્પલેક્ષ, જુની પોસ્ટ ઓફિસ સામે, બાલ મંદિર પાસે, જામજોધપુર મો. 9081651242) પર સંપર્ક કરી શકો છો તેવું