*ભારતમાં કોરોના વાયરસનાં કેસની સંખ્યા થઈ 34*

ચીનમાં વિકરાળ રૂપ ધારણ કરી ચુકેલા કોરોના વાયરસે હવે ભારતમાં કહેર વરસાવવાનું ચાલું કર્યું છે ભારતમાં કોરોના વાયરસનાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે. આમાંથી બે લદ્દાખ અને એક તમિલનાડુમાં પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 34 થઈ ગઈ છે