*ગૌચર માટે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર જમીન જોઇએ*

ગાંધીનગર: રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય માટે અમારી નેમ છે. ગૌચરની જાળવણી માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૫માં અલાયદી ગૌચર નીતિ બનાવી છે જેના પરિણામે રાજ્યમાં ૧.૫૦ કરોડ હેક્ટર ગૌચરનો વધારો કર્યો છે. ગૌચર માટે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર જમીન જોઇએ. આ ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે અને ગામની જરૂરિયાત મુજબ ગૌચર માટે કામગીરી કરવામાં આવે છે, એવું મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું