*ગુજરાતમાં હજારો એકર ગૌચરની જમીન આખલા ચરી ગયા*

ગાંધીનગર: ગુજરાતમાં ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખનારાં પશુધન માટે સદીઓથી ખેતી સિવાયની અલાયદી ગૌચર જમીન રાખવામાં આવતી હતી, જેથી ગાય સહિતના પશુઓને ઘાસનું ચરિયાણ મળી રહેતું હતું, પરંતુ ઔદ્યોગિક વિકાસ માટેના મોટા મોટા કારખાનાઓ અને જનહિતના રૂપાળા નામ સાથેના પ્રોજેક્ટો માટે ગૌચરની જમીન પધરાવી દેવાનું સરકારી ચલણ વધવાની સાથે જ ગામડાઓમાં અત્યારે પશુઓ માટે પૂરતું ચરિયાણ એટલે ગૌચર જમીનની અછત વર્તાઇ રહી છે. રાજ્યના ૨૨ જિલ્લાના ૭૫૭૪ ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ગૌચરની જમીન ઓછી થઈ છે.