આસામઃ એનઆરસીની વેબસાઈટ પરથી ડેટા જ ગૂમ

ગુવાહાટી : નેશનલ રજીસ્ટર ફૉર સિટિઝનશિપ (NRC)નો અંતિમ ડેટા ઑફિશિયલ વેબસાઇટ પરથી ગાયબ થઈ ગયો છે. આઈટી કંપની વિપ્રો સાથે કૉન્ટ્રાક્ટ પૂરો થયા બાદ આ ડેટા ઑફલાઇન થઈ ગયો છે. વિપક્ષ કૉંગ્રેસે અંતિમ ડેટા ઑફલાઇન થવા મામલે સરકારે ઇરાદાપૂર્વક આવું કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે.