*કચ્છમાં આવેલા માતાના મઢ સાથે છે મંગળ ગ્રહનું ખાસ કનેક્શન*

અવકાશમાં મંગળ ગ્રહ અને પૃથ્વી પર કચ્છનો માતાનો મઢ. આ બંને વચ્ચે એક એવું સન્મવય સામે આવ્યું છે જેનાથી વૈજ્ઞાનિકો જ નહીં પણ કચ્છના લોકોને પણ ગૌરવ અનુભવી રહ્યા છે. મંગળ ગ્રહ પર મળતું જેરોસાઈડ ખનીજ પૃથ્વી પર માત્ર કચ્છમાં જ હોવાનું વૈજ્ઞાનિકોનું સમર્થન મળતાં માતાનો મઢ હવે વિશ્વના નકશામાં છવાયો છે.અવકાશથી અવની પર સીધું માતાના મઢનું કનેક્શન જોડાતાં સ્થાનિકો પણમાં પણ કૌતુક સાથે ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે. મંગળ પર જેરોસાઈડ ખનીજ છે તે માતાના મઢ પાસેની જમીનમાં જોવા મળતાં વૈજ્ઞાનિકોએ હવે આ દિશામાં પણ સંશોધન શરૂ કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ મોટો સંશોધન પ્રોજેક્ટ શરૂ થાય તો નવાઈ નહીં.