ગાંધીનગર: ઇન્સ્ટિટ્યૂટઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મૅનેજમેન્ટ (આઈઆઈટી-રેમ )ના કરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્રોમોશન ઓફ ઇન્નોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ સેલ દ્વારા ‘ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ઇનોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ’ નું આયોજન કરાયું હતું . આજે વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ જયારે સમગ્ર ભારત અને વિશ્વ લડી રહ્યું છે ત્યારે આઈઆઈટી-રેમ એ સંપૂર્ણ સાવચેતી લઈને આ સેમિનાર ઓનલાઈન યોજાયો હતો. ભારત અને વિશ્વ થી 50 થી વધારે પાર્ટિસિપન્ટ્સ આ સેમિનાર માં જોડાયા હતા. સેમિનાર ની થીમ ‘સેલેબ્રેટિંગ વિમેન ઈન લીડરશીપ રોલ્સ” હતી. ઇન્ડસ્ટ્રી અને શૈક્ષણિક સંસ્થા માં થી અનેક મહિલા આગેવાનો એ એમના વિચાર આ સેમિનાર માં રજુ કરીને એક દિશા કંડોરી હતી. આઈઆઈટી-રેમ ના સ્ટુડન્ટ અફેર્સ વિભાગ ના અસોસિએટ ડીન ડો.મીરા વાસાણી અને કરીઅર ડેવલપમેન્ટ એન્ડ પ્રોમોશન ઓફ ઇનોવેશન એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ વિભાગ ના અસોસિએટ ડીન ડો.નવનીત ખન્ના ના સુપરવિશન હેઠળ આ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. અને મહિલા આગેવાનોએ અલગ અલગ વ્યવસાયિક ક્ષેત્ર જેમકે એન્ટરપ્રેન્યુરશીપ, પબ્લિક હેલ્થ, એરોસ્પેસ , એન્જિનિરીંગ વગેરે માં અત્યારની પરિસ્થિતિ અને આવનારા દિવસો માં આગળ જવા માટે ની દિશા આપવા માટે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું. અને એમને વિશ્વાસ આપાવ્યો કે કોરોના પછીની ની દુનિયા માં ટેલેન્ટેડ પ્રોફેશનલ માટે અને ઓપ્પોર્ટુનિટીસ છે. આ સેમિનાર ના કેન્દ્ર માં અનેક મુદ્દાઓ હતા જેમકે સ્તુતિ ગુપ્તા , બ્લ્યુકી સોલુશન્સ ના ડિરેક્ટર દ્વારા એન્જિનિરીંગ ફોર થઈ કોમ્પ્લેક્સ વર્લ્ડ ની થીમ પર પ્રવચન અપાયું હતું. સ્વસ્તિ હેલ્થ કેટાલીસ્ટ ના મેનેજર અહાના ચેટર્જી દ્વારા ટેક્નોલોજિકલ ઇનોવેશન્સ ફોર પબ્લિક હેલ્થ ઈન ઇન્ડિયા પર; ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મેનેજર, સીઈએસઆઈ , ફ્રાન્સ ના સ્ટેફાની લૂપ કેસ્ટેકર અને ડો. એન્ડ્રિયા બોઇસડાન દ્વારા ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન અને યુનિવર્સિટી ઓફ બાસ્ક કન્ટ્રી, સ્પેઇન ના ડો.હેઝિયા ગોન્ઝાલેઝ દ્વારા અ વુમન એક્સપેરિએન્સસ ઓન ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ પર પ્રવચન અપાયું હતું. આનાથી વિદ્યાર્થીઓ માટે એક ક્રોસ- કલચરલ ટ્રેનિંગ ઓપ્પોર્ટુનિટી ઉભી થશે અને આવનારા દિવસો માં રોજગારી નું સર્જન પણ થશે.
Related Posts
કળયુગમાં પણ માનવતાં મહેકી ઉઠી.
કોબા ગામના સરપંચ યોગેશભાઇ નાયીના ધર્મપત્નીનાં જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનાં ખોટાં ખર્ચા કર્યા વગર પૈસા યોગ્ય જગ્યાએ વપરાય તેવો…
એક યાદગાર હોરર કથા…ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
અમે ચાર જણ હતા… ધણા વખતથી છુટા પડી ગયા હતા.. આજે અચાનક જ મળી ગયા.. બધા એના ફિલ્ડમાં માસ્ટર… એક…
અમદાવાદમાં નિઃશુલ્ક ઓક્સિઝન સાથે ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત
અમદાવાદમાં નિઃશુલ્ક ઓક્સિઝન સાથે ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત પનાહ ફાઉન્ડેશન દ્રારા અમદાવાદમાં નિઃશુલ્ક ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોરોનાના…