ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની 110 પ્રાથમિક શાળાઓમાં આજરોજ નિયત સમયપત્રક મુજબ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતાં અંદાજિત 7000 જેટલાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌ બાળકોને પરીક્ષાની હાર્દિક શુભેચ્છા હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.