*જામનગર બન્યું મોદીમય; પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનશ્રીને આવકારવાં માનવ મહેરામણ ઉમટ્યું*
જામનગર તા.10, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે જામનગરની ગૌરવવંતી ધરા પર પધારી રહ્યાં છે ત્યારે હાલારવાસીઓમાં પણ વડાપ્રધાનશ્રીને આવકારવાં અનેરો થનગનાટ જોવાં મળી રહ્યો છે. અનેક વિકાસલક્ષી પ્રકલ્પો વડાપ્રધાનશ્રી આજે જન સમર્પિત કરવાં જઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં પણ આ માટે આનંદની લાગણી જોવાં મળી રહી છે.
પ્રદર્શન મેદાન ખાતે હાલ બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી છે. પ્રદર્શન મેદાન તરફ જતાં તમામ રસ્તાઓ હૈયે હૈયું દળાઇ તેવાં લોક પ્રવાહથી ભરચક બની રહ્યા છે.હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકોનો અવિરત પ્રવાહ જામનગર ખાતે વડાપ્રધાનશ્રીને આવકારવા પહોંચ્યોં છે.
માનવ મહેરામણ સાથે જામનગરની ધરા પર અનેક મહાનુભવોનું પણ આગમન થઈ રહ્યું છે ત્યારે જામનગર માટે આ દિવસ સૂવર્ણ અક્ષરે અંકિત થશે.
00000