માંડવી લુહાર ચોક યુવક મંડળ દ્વારા શરદપૂર્ણિમાની ઉજવણી કરાઈ

માંડવી, તા.10: બંદરીય શહેર માંડવીમાં આ વર્ષે પણ લુહાર ચોક યુવક મંડળ દ્વારા શરદપૂનમની વિશેષ ઉજવણી પ્રમુખ હેમાંગભાઈ કાનાણી તથા અજયભાઈ આસોડિયાના માર્ગદર્શન હેઠળ મહાઆરતી, દાંડીયારાસ હરિફાઈ, નિયાણીઓને લ્હાણી, મહાપ્રસાદ અને દાંડીયારાસ હરિફાઈના વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.

આજના દિવસે કાયમી મંડપના દાતા જીગ્નેશભાઈ રાવરાણી, મહાપ્રસાદના દાતા નયનભાઈ રાવરાણી, નિયાણીની લ્હાણીના મુખ્યદાતા દેવરાજભાઈ ગઢવી અને વિશેષ મહેમાન વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ જિલ્લાના ઉપાધ્યક્ષ દિપેશભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.