ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષ જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , મહેન્દ્ર બગડીયાનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે અંજાર તાલુકાના મોડવદ૨ ગામની સીમ સર્વે નં -૧૩૩ / ૨ માં આવેલ તુષાર એન્ટરપ્રાઈઝ કંપનીના માલિક વસંતભાઈ ભાનુશાલી રહે.ગાંધીધામ વાળાએ પોતાની કંપનીમા અલગ અલગ જ્વલનશીલ પ્રવાહી કુલ્લ કિ.રૂા .૪૩,૯૫,૨૫૦ / – નો મુદ્દામાલનો જથ્થો સંગ્રહ તેમજ વેપાર કરી તે બાબતે સ્થાનિકે કોઇ સેફ્ટીના સાધનોની વ્યવસ્થા નહી કરી માનવ જીંદગી જોખમાય તે રીતેનું કૃત્ય કરી તથા આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય તે રીતે હવા દુષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી સરકારથી પાસેથી લેવાના થતા લાયસન્સો તથા એન.ઓ.સી.નહી મેળવી પેટ્રોલીયમ પદાર્થનો સંગ્રહ કરી આરોપી હાજર ન મળી આવી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ઇ.પી.કો.કલમ ૨૭૮,૨૮૫ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ અંજાર પો.સ્ટે.માં સોંપવામા આવેલ .
હાજર ન મળી આવેલ આરોપી : વસંતભાઈ વાલજીભાઈ ભાનુશાલી રહે.બી / ૨૨ અપના નગર ગાંધીધામ જી.કચ્છ
પકડાયેલ મુદ્દામાલની વિગત : ( ૧ ) પામ એસીડ ઓઇલના લીટ૨- ૫૩૫૦૦ કિ.રૂા .૨૯,૪૨,૫૦૦ / ( ૨ ) મીક્સ પામ એસીડ ઓઈલ ( સલ્ફ ) લીટ૨-૨૯૦૫૫૦ કિં.રૂ।.૧૪,૫૨,૭૫૦ / કુલ્લ રૂા . કિ.રૂા .૪૩,૯૫,૨૫૦ / – નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઈન્સ. એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો .