*ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને બીજેપી મીડિયા કનવિનરો સાથે બેઠક યોજાઇ*
જીએનએ ગાંધીનગર: ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ગુજરાતના શહેર જિલ્લાઓના મીડિયા કનવિનરો સાથે બેઠક યોજાઇ હતી. આગામી સમયમાં ગૌરવ યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું હોય, ગુજરાત રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સતત પ્રજાલક્ષી સમર્પિત કામગીરી કરી રહી છે. જે મુદ્દે મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન આપેલ, તથા મીડીયા વિભાગની ટીમો સાથે સંવાદ કરેલ.
ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલ આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મીડિયા કનવિનર ડો. યગ્નેશભાઈ દવે, પ્રવક્તા યમલભાઈ વ્યાસ, જામનગર શહેર મીડિયા કનવિનર ભાર્ગવ ઠાકર, સહ કનવિનર દીપાબેંન સોની, ૭૮ વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ વિજયસિંહ જાડેજા સહિત પ્રદેશ મીડિયા વિભાગની ટીમ, સૌરાષ્ટ્ર ઝોન સહ ઇન્ચાર્જ સુરેશભાઈ માંગુકિયા, પ્રભારી સુરેશભાઈ પરમાર, સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ સહ પ્રવક્તા ડો ઋતવિજભાઈ પટેલ સહિત મીડિયા વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી ભાજપ મીડિયા વિભાગના કનવિનર ભાર્ગવ ઠાકર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું હતું.