*નરોડા સૈજપુર બોઘા રોડ ઉપર ,શિવાય એન્કલેવ સામે આવેલ ” ઈન્ક એનોન ” નામની ક્રાફ્ટ પેપર , કોરૂગેટેડ બોર્ડ , પેપર બેગ , તમામ પ્રકારના પેપર પ્રિન્ટીંગમાં, એચ.ડી.પી.ઈ. વુવેન બેગ , પેપર પોલીએસ્ટર પ્રિન્ટીંગ, મલ્ટી પરપઝ વિગેરે માં પ્રિન્ટીંગ માટે વપરાતી વોટરબેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક ,તથા સોલવન્ટ બેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક , ગ્રેવુરે ઈન્ક, એસ / એસ પી.વી.સી ઈન્ક જેવી વિવિધ ઉપયોગમાં આવતી અલગ અલગ પ્રકારની ઈન્ક બનાવતી કંપનીમાં મધ્ય રાત્રિ ના 3:00 વાગે લાગેલ આગ*
*આગ બુઝાવવા ની કામગીરી દરમ્યાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ના ઓઢવ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા 3 ફાયરમેન કર્મચારીઓ ને આગ થી દાઝી જતા હાથ તથા મોઢા ના ભાગે વત્તા ઓછા પ્રમાણમાં ઈજા થતા સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ હતા, જ્યાં સારવાર આપી ત્રણેય કર્મચારીઓ ને રજા આપવામાં આવેલ છે.*
*૧ – મદનસિંહ ચાવડા ૪૨ વર્ષ*
*૨ – દિલીપભાઇ ચૌધરી ૩૮ વર્ષ*
*3 – રામજીભાઈ કેટલીયે ૩૦ વર્ષ*
*આકસ્મિક લાગેલ આ ભિષણ આગને કારણે કારણે ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલ રો-મટીરીયલ, મશીનરી , પાકો તૈયાર માલ , ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગ ની ઈમારત ને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે.*
*ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ની આગેવાની અને સીધી સુચના સાથે તેમના મદદનીશ અધિકારીઓ, ૧૦૦ થી વધુ કર્મચારીઓ અને ફાયર ફાયટર, વોટર ટેન્કર, વોટર બાઉઝર, રોબોટ મળી ૩૦ જેટલા વાહનો ની મદદથી પાંચ કલાક ની ભારે જહેમત સાથે આગને કાબુમાં લેવામાં આવેલ હતી.*
*આ આગ દરમ્યાન આજુબાજુની અન્ય મિલ્કતો ને નુકસાન થાય નહી તેની તકેદારી રાખી ફેક્ટરીની આગળ-પાછળથી વ્યુહાત્મક રીતે સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માં સફળતા મેળવેલ હતી. આ જોખમી ,અસરકારક અને સફળતા પૂર્વકની કામગીરી ને પરીણામે આજુબાજુની મિલ્કતો ને નુકસાન થતુ અટકાવી શકાયુ હતુ.*