*સુરતના ચોકમાં એપાર્ટમેન્ટમાં જુગારધામ*

અખંડ આનંદ સ્કુલની સામે ત્રિભોવનનગર સોસાયટી સ્થિત પારસમણી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નં.એ/5માં રહેતા રત્નકલાકાર સુરેશભાઇ ચતુરભાઇ માતરીયાના ઘરે છાપો માર્યો હતો. પોલીસે બંધ ફ્લેટમાં જુગાર રમી રહેલા સુરેશભાઈ ઉપરાંત રત્નકલાકાર વિપુલભાઇ નીમજીભાઇ કલથીયા કમલેશભાઇ ઘનશ્યામભાઇ બાજડીયા હર્ષદભાઇ ઇશ્વરભાઇ માતરીયાને ઝડપી લીધા હતા.