*ગાંધીનગરમાં સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી*

સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરાયા ગાંધીનગરમાં છેલ્લા મહિનામાં માલધારી સમાજનું આંદોલન, એલઆરડીની ભરતીમાં અન્યાય મુદ્દે આંદોલન, બિનઅનામત વર્ગનું આંદોલન, આદિવાસી સમાજનું આંદોલન ઉપરાંત માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે