રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં એક વર્ષ બાદ વેન્ટિલેટર આવ્યા.
સાંસદ મનસુખ વસાવા ની લડાઈ રંગ લાવી.
સાંસદોના હોસ્પિટલના ચેકિંગ બાદ તંત્રએ એક્સનમાં આવ્યું.
20 vવેન્ટિલેટર પાડતા લોકોમાં આનંદ.
રાજપીપળા,તા. 18
રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં એક વર્ષ બાદ વેન્ટિલેટર આવ્યા છે.જેમાં સાંસદ મનસુખ વસાવા ની લડાઈ રંગ લાવી છે. તેમની સરકારમાં રજૂઆત બાદ કોવિડ હોસ્પિટલના ચેન બાદ તંત્ર એક્સનમાં આવ્યું છે.20 વેન્ટિલેટર પાડતા લોકોમાં આનંદ ની લાગણી જન્મી છે.
નર્મદા જિલ્લામાં કોરોનાના સતત કેસો વધતા જતા હોય લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો પૂના વિસ્ફોટો બાદ જ્યારે સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે કોવીડી હોસ્પિટલ રાજપીપળા ની હાલત અને સુવિધા અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને છોટાઉદેપુર સંસદ ગીતાબેનરાઠવા એ સુવિધા લાવવા માટે સવાલો ઉઠાવ્યા હતા. તંત્ર સામે સુવિધા વધારવાની માંગ થઈ હતી બંને સાંસદો તથા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ સહિત આગેવાનોએ કોવીડ 19 મુલાકાત લીધી અને સરકારે પણ ગંભીર નોંધ લીધી હતી . હોસ્પિટલની મુલાકાત બાદ જિલ્લા કલેકટર સાથે પણ ચર્ચા કરી રાજ્ય સરકારમાં જાણ કરવામાં આવતાં તેના સારા પરિણામો આવ્યા છે રાજ્ય સરકારમાંથી 20 વેન્ટિલેટર અને તબીબોની નિમણુંકો કરવામાં આવી છે. અને સ્થાપન હવે આવશે ત્યારે આ સુવિધાથી નર્મદા ની જનતા ને બહાર જવું નહીં પડે તેનાથી સમય અને ખર્ચ પણ બચશે.
આ એપેડેમીક ઓફીસર ડો કશ્યપે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં હાલ 20 વેન્ટિલેટર ફાળવાયા છે.જે કોઈ હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવશે કે જેમને જરૂર હશે તો સરકાર વેન્ટિલેટર આપશે તે સામાન્ય રીતે 19,000 રૂપિયા ખાનગી હોસ્પિટલમાં ખર્ચ કરે છે. પરંતુ જો સરકારી વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલ ઉપયોગમાં લેશે તો દર્દીને 5000 રૂપિયા સુધીની રાહત આપવી પડશે. સરકારના નિયમ પ્રમાણે દર્દી પાસેથી લઈ શકે. જેમાં લેબોરેટરી એક્સ-રે, દવા, રૂમનો ચાર્જ, લઇ શકાશે અને જેતે રેટ હોસ્પિટલે ડિસ્પ્લે કરવાનો રહેશે ઇન્જેક્શનો પણ જે તે મંજૂરી પ્રાપ્ત હોસ્પિટલના તબીબોની માહિતી અને દર્દીની હિસ્ટોર જોઈને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રીપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા