રાષ્ટ્રીય મહિલા આયોગે એક વોટ્સ એપ નંબર જાહેર કર્યો છે, જેના પર લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરાવી શકાશે. આયેગે કહ્યું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, અત્યાર સુધીમાં લોકડાઉન દરમિયાન આવી ઘટનાઓ વધી રહી છે
લોકડાઉનના કારણે ઘરેલુ હિંસાની ફરિયાદ ન કરી શકનાર મહિલાઓ 7217735372 પર વોટ્સએપ મેસેજ કરી પોતાની ફરિયાદ કાખલ કરાવી શકશે.આ સેવા કાયમી નથી
આયોગે ટ્વીટ કરીને લોકોને આવા કેસ મામલે વોટ્સએપ નંબર 7217735372 પર મેસેજ કરી જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે. જેથી એજન્સી તે મહિલાઓની સહાયતા કરી શકે જે મહિલા ટેન્શનમાં હોય કે ઘરેલુ હિંસાનો ભોગ બની હોય. આયોગે જણાવ્યું કે આ નંબર ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે.
આયોગે કહ્યું કે આ સેવા કાયમી નથી, લોકડાઉન ખતમ થતા જ આ સેવા બંધ કરી દેવામાં આવશે.69 ફરિયાદ તો માત્ર ઈ મેલના માધ્યમથી મળી
રાષ્ટ્રીય મહિલા આયોગે આ નિર્ણય લોકડાઉનના કારણે વધતા ઘરેલું હિસાના બનાવોના કારણે લીધો છે.
એવી માહિતી સામે આવી હતી કે લોકડાઉનના કારણે ઘરેલુ હિંસાથી પ્રભાવિત મહિલાની વધારે ખરાબ થઈ હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું કે 69 ફરિયાદ તો માત્ર ઈ મેલના માધ્યમથી મળી છે.206 લોકોના મોત થઈ ચુક્યા છે
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ તાજા આંકડા મુજબ, 24 માર્ચથી એક એપ્રીલ વચ્ચે મહિલાની સામે વિભિન્ન અપરાધની 257 ફરિયાદ મળી છે. આ 257 ફરિયાદમાંથી 69 ઘરેલુ હિંસા સાથે જોડાયેલી હતી. જણાવી દઈએ કે ભારત અત્યારે વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા 21 દિવસના લોકડાઉનમાંથી પસાક થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 206 લોકોના મોત થઈ ચુક્યા છે
******