*પરીવારથી ત્રણ વર્ષથી વિખુટા પડેલ અસ્થિર મગજની મહીલાનું તેના પરીવાર સાથે મિલન કરાવતી માનકુવા પોલીસ*


શ્રી જે.આર. મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ કરેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પો.સ્ટે.ના કર્મચારીઓ સામત્રા ઓ.પી. વિસ્તારમાં સીનીયર સીટીજન નાઓની મુલાકાત લઈ તેમની સમસ્યા સાંભળવાની કામગીરીમાં હતા તે દરમ્યાન ગામના સીનીયર સીટીજન માણસોએ જણાવેલ કે સામત્રા ગામે ઉમીયાનગર બસ સ્ટેશન પાસે એક અસ્થીર મગજની આધેડ વયની મહીલા રોડ પર ચાલતા ગામના માણસોની સામે પથ્થર ફેકી ઉચા અવાજે રાડા રાડી કરે છે. અને તેના લીધે રાહદારીઓ પરેશાન થાય છે તેવી માહિતી મળેલ હોઈ જેથી પો.હેડ.કોન્સ. અશોકભાઇ આર.પટેલના નાઓએ પો.કોન્સ કમલેશભાઇ ચૌધરી તથા વુ.પો.કોન્સ અનીતાબેન કાસેલા તથા હેતલબેન આંટીયા નાઓને સાથે રાખી અસ્થિર મગજની મહીલાને સ.વા.મા બેસાડી માનસીક આરોગ્ય હોસ્પીટલ ભુજ ખાતે લઇ ગયેલ અને નામદાર કોર્ટના હુકમ આધારે સારવાર માટે દાખલ કરાવેલ અને હોસ્પીટલના ડો.શ્રી હરેશભાઇ બરાડીયા તથા સોશિયલ વર્કર સબાનાબેન મન્સુરીના સીધા સંપર્કમા રહી સારવાર કરાવેલ અને બે મહીનાની લાંબી સારવાર બાદ અસ્થિર મગજની મહીલાની માનસીક સ્થિતિ બરાબર થઇ જતા પોતે પોતાનુ નામ ગુલાબદેવી વા/ઓ ક્મલેશસદા રહે.ગામ-અથરા(જાલોરીયા) પોસ્ટ.બલહા જિ.દરબંગા રાજ્ય-બિહારના હોવાનુ જણાવતા હોઇ ત્યાં બિહાર રાજયની પોલીસનો સંપર્ક કરી તેના સંબંધી પુત્ર દીલીપ કમલેશ સદાને જાણ કરી રૂબરૂ બોલાવેલ અને માતા-પુત્ર પરીવારનુ સુખદ મીલન કરાવેલ અને તેના આધાર પુરાવા તપાસી નામદાર કોર્ટનો હુકમ મુજબ તેના પુત્ર દીલીપસદા સ/ઓ કમલેશસદાને કબજો સોપી આપેલ છે
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓઃ-
આમ ઉપરોકત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી.ડી.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. અશોકભાઇ પટેલ તથા પો.કોન્સ.કમલેશભાઇ ચૌધરી તથા વુ.પો.કોન્સ અનિતાબેન કાસેલા તથા હેતલબેન આંટીયા તથા જી.આર.ડી. દીનેશભાઇ દરજી જોડાયેલ હતા. અને માનસીક આરોગ્ય હોસ્પીટલ ભુજ ના ડો.શ્રી હરેશ બરાડીયા તથા સોશિયલ વર્કર સબાનાબેન મન્સુરી નાઓએ સારવાર કરી પુરતો સહયોગ આપેલ છે