અસ્થિર મગજ વાળા ઈસમને વડોદરા કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાવતી ઉમલ્લા પોલીસ

✍️ મનિષ કંસારા, ભરૂચ
ભરૂચ: ગઇ તા.૨૩/૯/૨૦૨૨ ના રોજ ઉમલ્લા ગામનાં નાગરીકો દ્વારા માનસિક અસ્થિર મગજ ધરાવતા ઉમલ્લા ગામનાં રહીશ મુકેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા ઉં.વ.આશરે-૩૨ રહે.ઉમલ્લા બાપજી ફળીયા તા.ઝઘડિયા જિ.ભરૂચ ઈસમની જાણ થતા ઈસમને પોલીસ સ્ટેશન લાવી ભરૂચ પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગભાઈ દેસાઇ અંક્લેશ્વર ડિવિઝન નાઓને તેની સ્થિતિની જાણ કરતા તેઓ દ્વારા “ધી મેન્ટલ એક્ટ ૧૯૮૭” ના કાયદા અંતર્ગતની જોગવાઇઓની વિસ્તૃત જાણકારી આપેલ હતી.

તેઓનાં માર્ગદર્શન અનુસાર અસ્થિર મગજનાં વ્યક્તિને નામદાર ઝઘડિયા કોર્ટમાં રજુ કરી તેઓ સા.ના હુકમ આધારે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પ્રાથમિક તપાસણી કરાવી, તે અંગેનાં મેડિકલ સર્ટીઓ મેળવી તે સર્ટીફીકેટ નાં આધારે નામદાર ઝઘડિયા કોર્ટે સદર માનસિક અસ્થિર ઈસમની સ્વાસ્થ્યની ચિંતા કરી કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરવા હુકમ કરી આપતા, જે હુકમ આધારે માનસિક અસ્થિર મગજ ધરાવતા મુકેશભાઈ લક્ષ્મણભાઈ વસાવાને વડોદરા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવી ઉમલ્લા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી સહરાનીય કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓનાં નામ: પો.સ.ઇ. એન. જે. ટાપરીયા તથા એ.એસ.આઇ. જયંતીભાઈ ઝવેરભાઈ અ.હે.કો. થોમસભાઈ માનસીંગભાઈ, અ.હે.કો. હરેશભાઈ માવજીભાઈ તથા અ.પો.કો. કિરણભાઈ બુધ્ધિસીંગ તથા આ.પો.કો. અશોકભાઈ દિનેશભાઈ તથા ઉમલ્લા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફનાં માણસોની ટીમ વર્ક થી કામગીરી કરવામાં આવી હતી.