*સુરતમાં ડસ્ટબિન કૌભાંડ ફરી ગાજ્યું*

સુરતઃ ડસ્ટબિનો કોમર્શિયલ વિસ્તારમાં દર 200 મીટરના અંતરે સ્માર્ટ સિટી હેઠળ લગાવવાના નામે રૂપિયા 12,800 કિંમતની એક ડસ્ટબિન એવી ચાર કરોડની ડસ્ટબિનો ખરીદાઈ હતી. આ ડસ્ટબિનો વર્ષ થવા પહેલાં જ કટાઈ ગઈ. ફરી બારોબાર ઝોન લેવલેથી ડસ્ટબિનોની ખરીદી થઈ ગઈ છે. રાંદેર ઝોનમાં 8500 ચૂકવવામાં આવ્યાં છે તેનો અન્ય ઝોનમાં ભાવ 10,850 અપાયો છે! વધુ 2500 અપાયા છે. જ્યારે અન્ય એજન્સી તો માંડ 4 હજાર થી 4500ના ભાવે જ આ પ્રકારની ડસ્ટબિનો આપવા તૈયારી દર્શાવી છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર શૈલેષ રાયકાએ વિજિલન્સ તપાસની માંગ કરી હતી અને પાલિકા કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.