*સુરતમાં મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ ત્યક્તા પર દુષ્કર્મ ગુજાર્યું*

સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં રહેતી ત્યક્તા કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાય હતી.આશરે પાચેક માસ પહેલા પરેશે લગ્ન કરવાની લાલચ આપીને ત્યક્તાને ફસાવી હતી. ત્યારબાદ મોટા વરાછા અને કામરેજ તાલુકાના આસ્થા ગામે આવેલા ફાર્મ હાઉસમાં લઇ જઇને બળ‌જબરી કરતા હતા. એક વખત પરેશ ત્યક્તાને લઇને ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેણે અને તેના મિત્ર રાકેશ ધાનાણીએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ત્યક્તાએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે