*અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નકલી પીઆઈને ઝડપી પાડયો*

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે (Police) લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા નકલી પોલીસ ઈન્સ્પેકટરને ઝડપી પાડયો હતો. સરકારી ઉચ્ચ અધિકારીઓના હોદ્દા ધારણ કરી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વરના કોસમડી ગામમાં રહેતો વિનયકુમાર સાઠમ નામનો શખ્સ ખોટું નામ ધારણ કરી લગ્ન પ્રસંગમાં મુખ્ય મહેમાન બન્યો હતો મહારાષ્ટ્રના ઉસ્માનબાદ જીલ્લાનો હોવાનું બહાર આવ્યુંનકલી પોલીસ મહારાષ્ટ્રના ઉસ્માનબાદ જીલ્લાનો હોવાનું બહાર આવ્યું હતું.આ ઉપરાંત કનકવલી વિસ્તારમાં શિક્ષણ સચિવનો હોદ્દો ધારણ કર્યો હતો. સાથે જ મહારાષ્ટ્રના ભંડારા જીલ્લામાં મહિલા બાલ વિકાસ અધિકારીનો હોદ્દો ધારણ કરી લોકો સાથે કપટ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.